ઘોઘંબા: તાલુકાના બોરીયામાં કરુણાંતિકા: પ્રેમી સાથે રહી ન શકાતા પાંચ સંતાનોની માતાનો ગળેફાંસો ખાઇ આપઘાત
ઘોઘંબા તાલુકાના બોરીયા ગામમાં પાંચ સંતાનોની માતાએ પ્રેમ સંબંધમાં વિરહ સહન ન થતા ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા શોકનો માહોલ છવાયો છે. મહિલા થોડા દિવસો અગાઉ પરિવાર છોડીને ગામના જ એક વ્યક્તિ સાથે ચાલી ગઈ હતી. બાદમાં સમાજના આગેવાનો દ્વારા બંનેને ગામ પરત લાવી સમાધાન કરાવી અલગ કરવામાં આવ્યા હતા. પ્રેમીથી દૂર થવાનું દુઃખ સહન ન થતા મહિલાએ ખેતરમાં લીમડાના ઝાડ પર સાડી વડે ફાંસો ખાઈ લીધો હતો. રાજગઢ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.