ગાંધીનગર: ચિલોડા રોડ પરના મમૈયા પેટ્રોલ પંપ પર તસ્કરોએ ત્રાટકી ઓફિસનાં ડ્રોઅરમાં પેટ્રોલ-ડીઝલના રાખેલા 25 હજાર રોકડાની ચોરી કરી
ચીલોડા રોડ પરના મમૈયા પેટ્રોલ પંપ પર તસ્કરોએ ત્રાટકી ઓફિસનાં ડ્રોઅરમાં પેટ્રોલ ડિઝલના રાખેલા 25 હજાર રોકડા ચોરીને સિફતપૂર્વક પલાયન થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપનાં સીસીટીવીમાં કેદ થઈ જતાં ચીલોડા પોલીસે અજાણ્યા ઈસમો વિરૃધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રેના વિસ્તારમાં આવેલા નાયરા પેટ્રોલ પંપ ખાતે ગત તા. 27 જાન્યુઆરીની રાતે પણ તસ્કરો ત્રાટક્યા હોવાના સીસીટીવી સામે આવ્યા છે.