ગાંધીનગર: મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલે સેક્ટર 2 ખાતેથી કમ્પાઉન્ડ વોલ બનાવવાનું ખાતમુર્હુત કર્યું
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નગરજનોની સુરક્ષા અને સુવિધામાં વધારો કરવાના હેતુસર શહેરના સેક્ટર ૧ થી ૩૦ સુધી કુલ ૮ કરોડના ખર્ચે કમ્પાઉન્ડ વોલ બનાવવાની કામગીરીનું આજે મહાનગરપાલિકાના માનનીય મેયર મીરા પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સેક્ટર ૨/સી ખાતે ઘ-૨ સર્કલ પર યોજાયેલા આ કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી ગૌરાંગભાઈ વ્યાસ, બાંધકામ સમિતિના ચેરમેન શ્રી રાજુભાઈ પટેલ તેમજ મહાનગરપાલિકાના કાઉન્સિલરઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.