ઝાલોદમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો
ઝાલોદ નગરમાં વિશ્વકર્મા મંદિર પાછળથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી હતી.
ઘટનાની જાણ થતાં ઝાલોદ પોલીસ અને નગરપાલિકાની ટીમ સ્થળ પર પહોંચી હતી. મૃતકની ઓળખ માટે પોલીસે ફોટો પ્રસારી ઓળખ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે.
મૃતકના મોતનું ચોક્કસ કારણ હાલ સ્પષ્ટ થયું નથી. સમગ્ર મામલે ઝાલોદ પોલીસે તપાસ હાથ ધરી છે.
📍 ઝાલોદ, દાહોદ
#Jhalod #DahodNews #JhalodNews #Dahod #GujaratNews BreakingNews LocalNews NewsUpdate
Dohad, Dahod | Oct 1, 2026