પોરબંદર: પોરબંદર-ખંભાળિયા હાઈવે પર અકસ્માત: કારની ટક્કરે બાઈક સવારનું મોત, ચાલક ફરાર
પોરબંદર-ખંભાળિયા હાઈવે પર દેગામ નજીક પૂરઝડપે આવતી કારે મોટરસાઇકલને ટક્કર મારતા ભાવેશભાઈ હુણનું મોત થયું છે. અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બગવદર પોલીસે કાર નંબર GJ-03-JC-6789 ના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.