ગાંધીનગર: BIMSTEC સભ્યો સહિત 250થી વધુ સાયકલવીરોએ મહાત્મા મંદિર પાસે આવેલ દાંડી કુટીર ખાતે આયોજિત સાયકલોથોનમાં ભાગ લીધો
વધુ સ્વસ્થ અને ડ્રગ-મુક્ત ભારત તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા, 'સન્ડેઝ ઓન સાયકલ | સે નો ટુ ડ્રગ્સ' પહેલનું ગાંધીનગરમાં મહાત્મા મંદિર પાસે આવેલ દાંડી કુટીર ખાતે સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન SAI RC ગાંધીનગર દ્વારા NSS અને ઇન્ડિયા પોસ્ટના સહયોગથી કરવામાં આવ્યું હતું. જેમાં સાયકલિંગ ઉત્સાહીઓ અને જીવનના વિવિધ ક્ષેત્રોના પરિવર્તનકારોને એકઠા કરવામાં આવ્યા હતા.