ગાંધીનગર: કોચિંગ ક્લાસનો લેક્ચરર ઓનલાઈન ફ્રોડનો ભોગ બન્યો,પાર્ટ ટાઈમ જોબની લાલચમાં ગુગલ રેટિંગના નામે 11.82 લાખ ગુમાવ્યાં
VIP 156(Ucoin) Task નામના ટેલિગ્રામ ગ્રૂપમાં જોડાવા કહેવાયું, જ્યાં તેને વધુ પેઈડ ટાસ્ક મળવાના શરૂ થયા. શરૂઆતમાં ઠગોએ વિશ્વાસ કેળવવા રૂ. 1000ના ટાસ્ક સામે રૂ. 1500 અને રૂ. 3000ના ટાસ્ક સામે રૂ. 4300 ચૂકવ્યાં હતા. આ રીતે વિશ્વાસમાં લીધા બાદ, 15થી 17 ઓક્ટોબર દરમિયાન હર્ષ પાસેથી અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ. 11.82 લાખ જમા કરાવ્યા. જ્યારે આ રકમ જમા કરાવ્યા બાદ તેને કોઈ પૈસા પરત ન મળ્યા, ત્યારે તેને સાયબર ફ્રોડનો અહેસાસ થયો હતો્