ગાંધીનગર: ગ્રાહક કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: તાજ ઉમ્મેદ હોટલે લગ્ન બુકિંગના રૂ.1.21 લાખ વ્યાજ સાથે પરત કરવા આદેશ
ગાંધીનગરની ગ્રાહક તકરાર નિવારણ કમિશને અમદાવાદની પ્રતિષ્ઠિત તાજ ઉમ્મેદ હોટલને ગ્રાહક તરફેણમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ગાંધીનગરના રવિ હેમંતકુમાર મહેતાએ વર્ષ 2022માં લગ્ન પ્રસંગ માટે હોટલમાં બુકિંગ કરાવ્યું હતું, જેનો કુલ ખર્ચ રૂ.5.78 લાખ નક્કી થયો હતો. બુકિંગ રદ કરાવતાહોટલ સંચાલકોએ નાણાં પરત ન કરતાં રવિ મહેતાએ ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરી હતી. હોટલના વકીલે કરારની શરતો અને કુલ બિલના 75% રકમ વસૂલવાનો બચાવ કર્યો હતો.