ગાંધીનગર: ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક સેક્ટર 17 ખાતે મળી ,આંદોલનના કેસો અંગે ચર્ચા કરવામાં આવી
ગુજરાત સરકાર દ્વારા પાટીદાર આંદોલન સંબંધિત કેસો પાછા ખેંચવાના નિર્ણય બાદ રાજ્યના રાજકીય માહોલમાં નવો વળાંક આવ્યો છે. ગાંધીનગરમાં મળેલી ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિની બેઠકમાં ક્ષત્રિય સમાજ સામેના કેસો પરત ખેંચવાની માંગ ઉઠી છે.સમિતિના મુખ્ય સંકલનકર્તા રમજુભા જાડેજાએ જણાવ્યું કે 10 જાન્યુઆરીએ મુખ્યમંત્રી સાથેની બેઠકમાં ક્ષત્રિય અસ્મિતા આંદોલન, પદ્માવત ફિલ્મ વિરોધ અને અન્ય આંદોલનો દરમિયાન થયેલા કેસો પાછા ખેંચવાની ખાત્રી આપવામાં આવી.