ગાંધીનગર: રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે દિલ્હીમાં ભાજપની ભવ્ય જીતને લઈને કોબા કમલમ ખાતેથી નિવેદન આપ્યું
રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે દિલ્હીમાં ભાજપની ભવ્ય જીતને લઈને નિવેદન આપતા જણાવ્યું કે દિલ્હીમાં જૂઠાનો પરાજય થયો. પીવાના પાણી વીજળીના અનેક પ્રશ્નો સામે દિલ્હીની જનતા લડતી હતી. આજે પ્રજાનો છુટકારો થયો છે. દિલ્હીમાં ભાજપ શાસિત રાજ્યોના લોકો પણ વસે છે. દેશ વિશ્વાસ મૂકે છે એટલે નરેન્દ્ર ભાઈની ગેરંટી પૂરી કરે છે. ત્યારે આજે દિલ્હીની જનતાએ દેશ ના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપર વિશ્વાસ મૂકીને દિલ્હીમાં કમળ ખિલાવ્યું છે.