માંડવી: જીટી હાઇસ્કુલ 1995 બેચ ગ્રુપની અનોખી સેવાકીય પ્રવૃત્તિ, 200થી વધુ બાળકોને પ્રસાદનું પીરસાયું
Mandvi, Kutch | May 31, 2026 માંડવી ખાતે જીટી હાઇસ્કુલ 1995 બેચ ગ્રુપના મિત્રોએ પોતાની સેવાકીય પ્રવૃત્તિઓને આગળ ધપાવતા રવિવારે ગઢસીસા રોડ ઉપર આવેલા મારવાડાવાસ તેમજ માંડવીના જૂના પુલ પાસે મસ્કા રોડ વિસ્તારમાં આશરે 200 જેટલા બાળકોને પ્રસાદનું વિતરણ કર્યું હતું.આ પ્રસંગે બાળકોને પૂરી, બટાકાનું શાક, આંબાનો રસ, બિસ્કીટ અને સેવ-બુંદીનો પ્રસાદ દાતાઓના સહયોગથી આપવામાં આવ્યો હતો. બાળકોને પ્રસાદ આપતી વખતે હાજર રહેલા ગ્રુપના સભ્યોએ દિવ્ય આનંદ અને આત્મસંતોષની લાગણી અનુભવી હતી. જીટી હાઇ