વડોદરામાં નવરાત્રી પૂર્વે શહેર SOG દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે. મોટી જનમેદનીવાળા સ્થળો, સેન્ટ્રલ રેલવે સ્ટેશન અને ગરબા ગ્રાઉન્ડમાં બોમ્બ સ્ક્વોડ તથા ડોગ સ્ક્વોડ સાથે સરપ્રાઇઝ તપાસ કરવામાં આવી. યુનાઇટેડ-વે સહિતના ગરબા ગ્રાઉન્ડ, પાર્કિંગ વિસ્તારો, મોલ, શોપિંગ સેન્ટર અને સિનેમાઘરોમાં પણ ચેકિંગ કરાયું. નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાના પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા તકેદારી વધારવામાં આવી છે.
#VadodaraPolice #NavratriSecurity #SOGChecking #GarbaGround #BombSquad #HumDekhengeNews