સુરતમાં મહેસૂલ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ 14 જેટલી પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. સુરત જિલ્લા રેવન્યુ એસોસિએશનના આશરે 450થી 500 કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે. મહેસૂલી તલાટીઓના જોબ ચાર્ટની વિસંગતતા અને જિલ્લા ફેરબદલી સહિતના મુદ્દે કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ઓટીપી આધારિત પોર્ટલની કામગીરીને કારણે માનસિક દબાણ વધતું હોવાની પણ કર્મચારીઓએ રજૂઆત કરી છે. સરકાર દ્વારા માંગણીઓનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી કર્મચારીઓએ માંગ કરી છે.
#Surat #RevenueEmployees #RevenueStrike #EmployeeProtest #GujaratRevenueDepartment #HumDekhengeNews