ઘોઘંબા: તાલુકાના એદલપુરા નજીવી બાબતે બોલાચાલી થતાં કુહાડી અને ગડદાપાટુ વડે હિંસક હુમલો: ત્રણ સામે ગુનો દાખલ
ઘોઘંબા તાલુકાના એદલપુરા ગામે ઘરઆંગણે ગોરસઆંબલીના ઝાંખરા નાખવાની નજીવી બાબતે હિંસક હુમલો થયો હતો. ગામના ત્રણ શખ્સો—સુરપાલસિંહ ચૌહાણ, ભરતભાઈ ચૌહાણ અને ભાવેશ ચૌહાણે—એકસંપ થઈને અમરતબેન સોલંકીના ઘરે જઈ ઝઘડો કર્યો હતો. બોલાચાલી દરમિયાન વચ્ચે બચાવ કરવા આવેલા કિરણસિંહ નામના યુવકના માથામાં સુરપાલસિંહે કુહાડીનો ઊંધો ભાગ મારી લોહીલુહાણ કર્યો હતો. અન્ય આરોપીઓએ મહિલાને ધક્કો મારી, ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે રાજગઢ પોલીસ સ્ટેશનમ