SD Pay અને અપના એપ ફ્રોડના તાર દાહોદ સુધી પહોંચ્યા!
દાહોદમાં બે લોકો સાથે આશરે ₹40 લાખની છેતરપિંડી સામે આવી છે. બંને ભોગ બનનારના લગભગ ₹20-20 લાખ આ એપ્લિકેશન મારફતે ગયા હોવાની ફરિયાદ બાદ સાયબર ક્રાઈમ પોલીસે બે અલગ ગુના નોંધ્યા છે. પોલીસ તપાસમાં SD Payના માલિકો, એપ ડેવલપર્સ અને કાવતરામાં સંડોવાયેલા આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મોટાભાગના આરોપીઓ અન્ય ગુનાઓમાં જેલમાં હોવાથી ટ્રાન્સફર વોરંટ મારફતે કબજો મેળવી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરાશે.
📍 દાહોદ | સાયબર ક્રાઈમ
#Dahod #DahodNews #CyberCrime #SDPay #Fraud
Dohad, Dahod | Oct 3, 2026