દાહોદ જિલ્લાના ફતેપુરા ખાતે વિકાસના કામ વચ્ચે હવે ટ્રાફિક વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થયા છે.
ઝાલોદ રોડથી ઉખરેલી રોડ સુધી RCC રોડ અને ગટરનું કામ ચાલી રહ્યું છે. ઉખરેલી રોડ પર કામ દરમિયાન કોઈ યોગ્ય ડાયવર્ઝન વ્યવસ્થા જોવા મળતી નથી.
ખાસ વાત એ છે કે આ માર્ગ પર શાળા, કોલેજ અને ITI આવેલી હોવાથી અહીં દિવસ દરમિયાન ભારે અવરજવર રહે છે. બંને બાજુ એકસાથે કામ ચાલી રહ્યું હોવાથી વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી ભોગવવી પડી રહી છે.
વિકાસ જરૂરી છે... પરંતુ શું વિકાસ સાથે ટ્રાફિક વ્યવસ્થાનું પણ ધ્યાન રાખવામાં આવશે?
Dohad, Dahod | Oct 3, 2026