મુન્દ્રા: મુન્દ્રા તાલુકાના સીરાચા ગામમાં વીજ કરંટ લાગતા કિશોરનું મોત
Mundra, Kutch | Aug 14, 2026 મુંદરા તાલુકાના સીરાચા ગામે વીજ કરંટ લાગતા કિશોરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મુંદરા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ઉજ્જૈનના હાલ સીરાચા ગામે એસવી સીટી કોલોનીના ગેટની બાજુમાં હરીભાઇ રવૈયાની વાડીમાં રહેતા ૧૭ વર્ષીય યુવરાજ સંતોષભાઇ સીસોદીયા નામનો કિશોર પોતાની ઓરડીની બાજુમાં પસાર થતા વાયર પર કપડા સુકાવવા જતાં વીજ કરંટ લાગતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.