માળીયા: શહેરમાં રેલ્વે સ્ટેશન રોડ પર રહેણાંક મકાનમાં ચાલતી જુગાર ક્લબ ઝડપાઇ, રૂ.1.09 લાખ રોકડા સાથે 16 આરોપીઓ ઝબ્બે
Maliya, Morbi | Jun 10, 2025 માળીયા મિયાણા શહેરના રેલવે સ્ટેશન રોડ ઉપર રહેણાંક મકાનમાં જુગાર ક્લબ શરૂ થઈ હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડી જુગાર કલબમાં જુગાર રમી રહેલા 16 જુગારીઓને 1.09 લાખ રોકડા સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.