માળીયા: માળીયાના વિદરકા ગામે રોડ ઉપર જાજરૂ ગયેલા મામા ભાણેજ ઉપર જીવલેણ હુમલો
Maliya, Morbi | Jun 9, 2025 માળીયા મિયાણા તાલુકાના વિદરકા ગામ નજીક નવી બની રહેલી ફેકટરીમાં કામ કરતા મધ્યપ્રદેશના વતની શ્રમિક પરિવારના મામા અને ભાણેજ રોડ ઉપર જાજરૂ ગયા હોય આ બાબત સારી નહિ લાગતા ચાર શખ્સોએ તલવાર, છરી અને ધોકા સાથે ફેકટરીમાં ઘુસી સગીર ભાણેજ અને મામા ઉપર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતા બન્નેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.