ગાંધીધામ: આર & બી વિભાગ અને ગાંધીધામ મહાનગરપાલિકાની ટાગોર રોડ પર સંયુક્ત દબાણ હટાવ કાર્યવાહી
મહાનગરપાલિકા અને આર&બી વિભાગ ની સંયુક્ત કાર્યવાહી થી આજરોજ અંદાજે સવારથી 300 થી વધારે દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે દબાણ હટાવ ઝુંબેશમાં મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજયકુમાર રામાનુજ, આર&બી ડેપ્યુટી ઇજનેર પ્રવિણસિંહ મારવાડા, દબાણ ઇન્સ્પેકટર ગાયત્રીપ્રસાદ જોષી અને તેમની ટીમ હાજર રહી દબાણ હટાવ કાર્યવાહી ને આગળ ધપાવવામાં આવી છે.