શહેરા: સાલીયા(સંતરોડ) માં દુકાનદારોએ કરેલ અડચણરૂપ દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા
મંગળવારના રોજ મોરવાહડફ તાલુકા વિકાસ અધિકારી તેજસ પટેલ અને મામલતદાર હાર્દિક જોષીની ઉપસ્થિતીમાં ચુસ્તપોલીસ બંદોબસ્ત વચ્ચે સાલીયા(સંતરોડ) ગામે વેપારીઓએ દુકાનો આગળ કરેલ શેડ જેવા કાચા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી,જેમાં જેસીબીની મદદથી કેટલાક દબાણો દૂર કરવામાં આવ્યા હતા,જ્યારે કેટલાક દબાણો તો વેપારીઓએ સ્વૈચ્છિક રીતે ઉતારી લીધા હતા.