પોરબંદર: પોરબંદરમાં દિવાળીની રાત્રે 43 જગ્યાએ આગ, ફટાકડાના તણખાથી લાગી આગ
પોરબંદરમાં દિવાળીની રાત્રે આગ લાગવાના 43 બનાવો નોંધાયા. રાણા કંડોરણા ગૌશાળા, મેમણવાડા અને કડિયાપ્લોટ સહિતના વિસ્તારોમાં સૂકા ઘાસ અને કચરામાં ફટાકડાના તણખા પડવાથી આગ લાગી હતી. ફાયર વિભાગે ત્વરિત કામગીરી કરી આગ પર કાબૂ મેળવ્યો, કોઈ જાનહાનિ થઈ નથી.