પોરબંદર: પોરબંદરમાં ફટાકડાના નવા નિયમો: રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી પ્રતિબંધ
પોરબંદર જિલ્લામાં દિવાળીના તહેવારને લઈ વહીવટી તંત્રનું જાહેરનામું. રાત્રે 10થી સવારે 6 સુધી ફટાકડા ફોડવા પર મનાઈ. હોસ્પિટલ અને શાળાઓ પાસે 100 મીટરની ત્રિજ્યામાં પ્રતિબંધ. ચાઈનીઝ તુક્કલ અને લૂમવાળા ફટાકડા પર પણ રોક લગાવાઈ, માત્ર ગ્રીન ફટાકડા જ વેચી શકાશે.