ગોધરા: મેડિકલ કોલેજ માન્ય ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતિ વોર્ડમાં માતાઓની કફોડી હાલ જોવા મળી
સિવિલ હોસ્પિટલના પ્રસૂતિ વોર્ડમાં માનવતા મરી પરવારી હોય એ પ્રકારે ના દ્રશ્યો જોવા મળ્યા, 24 બેડની ક્ષમતા સામે 35 થી વધુ માતાઓ ને દાખલ કરવામાં આવ્યા, સગવડના અભાવે એક બેડ પર બે પ્રસુતાને સુવડાવવાની ફરજ પડી રહી છે, હોસ્પિટલના પ્રસૂતિ વોર્ડ માં દાખલ પ્રસૂતા માતાઓની હાલત અત્યંત કફોડી અને દયનીય જોવા મળી રહી છે, સિવિલ હોસ્પિટલના પ્રસૂતિ વોર્ડમાં માત્ર 24 બેડની સત્તાવાર સુવિધા ઉપલબ્ધ છે. તેની સામે, હોસ્પિટલ તંત્ર દ્વારા તાજેતરમાં 35 થી પણ વધુ પ્રસૂતા