વલસાડ LCB ની પોલીસે મહીન્દ્રા બોલેરો મેક્ષ બંધબોડી પીકઅપમાં દમણથી સુરત લઈ જવાતો રૂપિયા ૩.૪૮ લાખનો વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ
ગુજરાતમાં દારૂબંધીના કાયદાની કડક અમલવારી કરવા અને બુટલેગરોની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (IPS) તથા વલસાડ જીલ્લા પોલીસ અધીક્ષક યુવરાજસિંહ જાડેજા (IPS) ના માર્ગદર્શન હેઠળ વલસાડ પોલીસ સતત એક્શન મોડમાં છે. આ અંતર્ગત વલસાડ લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) એ એક મોટી સફળતા મેળવીને દમણથી સુરત તરફ લઈ જવાતો લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
વલસાડ LCB ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. જે.જી. વસાવા અને સ્ટાફના માણસો વલસાડ જિલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન LCB ના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ ગુરજીભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે દમણથી એક ગાડીમાં દારૂનો મોટો જથ્થો સુરત તરફ જઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વા�
Valsad, Valsad | Jun 24, 2026