માળીયા: માળીયાના નવાગામ-મેઘપર વચ્ચે મચ્છુ નદીના કાંઠે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો, 6.22 લાખનો મુદ્દામાલ જપ્ત
Maliya, Morbi | Jun 21, 2025 મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે માળિયા મીયાણા તાલુકાના નવાગામ-મેઘપર વચ્ચે પસાર થતી મચ્છુ નદીના કાંઠે ધમધમતી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પર દરોડો પાડી બે ઇસમોને કુલ કિ.રૂ. ૬,૨૨, ૦૦૦/-ના મુદામાલ સાથે ઝડપી પાડયા છે.