માળીયા: માળીયા મિંયાણાના ગ્રામ્ય વિસ્તારની દીકરીને હેરાન કરનાર મોરબીના શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
Maliya, Morbi | Jun 11, 2025 માળીયા મિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી દીકરી સાથે ઇન્સ્ટાગ્રામમાં મારફતે પરિચય કેળવ્યા બાદ મોરબીના શખ્સે ચેટિંગ કરી ફોન નંબર મેળવી લીધા બાદ દીકરીને વાતચીત કરવા માટે પરેશાન કરી વાતચીત ન કરે તો તેણીના ભાઈના હાથપગ ભાંગી નાખવા ધમકી આપી જાતિ પ્રત્યે અપમાનિત કરતા બનાવ અંગે ભોગ બનનારના માતાએ એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ફરિયાદ નોંધાવી હતી.