ભાવનગર શહેર: LCB ટીમે લાકડીયા રોડ પર થી દેશી તમંચા સાથે બે શખ્સોને ઝડપી લીધા, LCB કચેરી ખાતેથી માહિતી અપાઈ
Bhavnagar City, Bhavnagar | Sep 28, 2026
ભાવનગરના તળાજામાં 2 દેશી તમંચા સાથે બે શખ્સ ઝડપાયા, LCBની ટીમે તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન શખ્સોને ઝડપી પાડ્યા, દિહોર જવાના રોડ પર લાકડીયા રોડ પાસેથી બંને શખ્સ ઝડપાયા, દિલીપ ઉર્ફે સુખો મકવાણા અને દીપક ઉર્ફે દીપભાઈ લાધવા નામના શખ્સો પાસેથી દેશી બનાવટના બે તમંચા મળી આવ્યા, પોલીસે 10 હજારની કિંમતના હથિયારો કબજે કરી બન્ને સામે ગુનો દાખલ કરાયો, ઝડપાયેલા બંને શખ્સોને વધુ તપાસ માટે તળાજા પોલીસને સોંપી આપી કાર્યવાહી હાથ ધરી....