મુન્દ્રા: મુન્દ્રા ખાતે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિની જનરલ મીટિંગ યોજાઈ: સામાજિક એકતા, કાનૂની લડત અને શિક્ષણ પર મુકાયો
Mundra, Kutch | Aug 10, 2026 મુન્દ્રા મધ્યે આવેલ ઉમરશા બાપુ વાડી ખાતે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિની જનરલ મીટિંગ યોજાઈ હતી. મીટિંગમાં પ્રમુખ હાજી સલીમભાઈ જતે જણાવ્યું હતું કે કચ્છભરમાંથી મોટી સંખ્યામાં સદસ્યો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છે. હાલમાં મસ્જિદો, દરગાહો, મદ્રેસાઓ કે ખાનકાહો પર વગર નોટિસે રાતોરાત થઈ રહેલી કાર્યવાહી સામે હાઈકોર્ટમાં ૯ થી ૧૧ પ્રકરણોમાં કાનૂની લડત આપી રાહત મેળવવામાં આવી છે.