ભૂપેન્દ્ર પટેલએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા WCEF 2026 પ્રદર્શનની મુલાકાત લીધી હતી.
પ્રદર્શનમાં વેસ્ટ-ટુ-રિસોર્સ મેનેજમેન્ટ, ઈકો-ડિઝાઇન, ગ્રીન ટેક્નોલોજી અને સર્ક્યુલર ઈકોનોમી ક્ષેત્રે રજૂ થયેલા વિવિધ નવીન પ્રયોગો અને ટેક્નોલોજીનું નિરીક્ષણ કર્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સ્વચ્છ, હરિયાળા અને વધુ સમૃદ્ધ ભવિષ્ય માટે ભારતીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્ટોલ દ્વારા રજૂ કરાયેલા વ્યવહારુ અને મોટા પાયે અમલમાં મૂકી શકાય તેવા ઉકેલો પ્રેરણાદાયી છે. તેમણે ગ્રીન ટેક્નોલોજી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટને ભવિષ્ય માટે મહત્વપૂર્ણ ગણાવ્યું હતું.
#bhupendrpatel #gujarat