ઘોઘંબા: ઘોઘંબા-બારીયા માર્ગ પર 11 KV લાઇન પર ઝાડ પડ્યું
વીજ લાઇન તૂટી રસ્તા પર પડી, એક કલાક ટ્રાફિક જામ
ઘોઘંબા-બારીયા માર્ગ પર પરોલી ગામ નજીક 11 KV વીજ લાઇન પર ઝાડ પડતાં લાઇન તૂટી રસ્તા પર આવી ગઈ, જેના કારણે એક કલાકથી વધુ સમય ટ્રાફિક સંપૂર્ણ બંધ રહ્યો અને લાંબો જામ સર્જાયો. સ્થાનિક લોકો અને વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મોટી દુર્ઘટના ટળી. ઘટના વીજ વિભાગની જાળવણીમાં ખામી દર્શાવે છે. સ્થાનિકોએ તાત્કાલિક કાર્યવાહી, ઝાડ દૂર કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા પગલાં લેવાની માંગ કરી છે.