નરોડામાં મેટ્રોકોર્ટના વકીલ રાજેન્દ્ર બાણાવણી પર હુમલાની ઘટના સામે આવી છે. પ્રભુ સોસાયટીના ગેટ પાસે બે અજાણ્યા શખ્સોએ તેમને મૂઢ માર માર્યો હતો. આસપાસના લોકો એકઠા થઈ જતાં હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. આ મામલે ભોગ બનનાર વકીલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.