દાહોદ તાલુકાની આંગણવાડી કેન્દ્રોની જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા આકસ્મિક મુલાકાત લેવામાં આવી
દાહોદ તાલુકાના ગારખાયા આંગણવાડી કેન્દ્ર નં. 1, 2 અને 3 તેમજ ઉમરાવ ચાલ આંગણવાડી કેન્દ્રની જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડૉ. સુધીર જોશી દ્વારા આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન બાળકોની હાજરી, પૂરક પોષણ આહારનું વિતરણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓ તેમજ કેન્દ્રની દૈનિક કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ તમામ ઓનલાઈન એન્ટ્રીઓ સમયસર અને નિયમિત રીતે પૂર્ણ કરવાની બાબતે વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી.
જિલ્લા પ્રોગ્રામ ઓફિસરે આંગણવાડી સેવાઓ વધુ ગુણવત્તાસભર અને અસરકારક રીતે લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
Dohad, Dahod | Jul 28, 2026