માંડવી: માંડવી નગરપાલિકાની રાબેતા મુજબની સામાન્ય સભા યોજાઈ
Mandvi, Kutch | Jun 23, 2026 આજરોજ માંડવી નગરપાલિકાની રાબેતા મુજબની સામાન્ય સભા યોજવામાં આવી હતી. સભામાં વિવિધ સમિતિઓના ચેરમેન/ચેરપર્સનની નિમણૂક કરવામાં આવી આ પ્રસંગે તમામ નવનિયુક્ત હોદ્દેદારોને તેમની નવી જવાબદારી માટે હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તથા તેમના કાર્યકાળ દરમિયાન માંડવી શહેરના સર્વાંગી વિકાસ અને જનહિતના કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરાઈ હતી.