અંજાર તાલુકા પંચાયત ખાતે ટેક્નિકલ અને ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાના અધ્યક્ષસ્થાને વિકેન્દ્રીત જિલ્લા આયોજનની વિવિધ ગ્રાન્ટના કામોના આયોજન માટે અંજાર તાલુકા આયોજન સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં તાલુકા આયોજન સમિતિના અધ્યક્ષ તથા તાલુકા પંચાયત પ્રમુખ શોભનાબા જાડેજાની ઉપસ્થિતિમાં ગત બેઠકની કાર્યવાહી નોંધનું વાંચન અને બહાલી સાથે વર્ષ ૨૦૨૬-૨૦૨૭ના વર્ષ માટે આયોજનના કામોની દરખાસ્તો રજૂ કરાઇ હતી.