*કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની કડેગી, કાંસાબડ, છત્રાવા તથા અમીપુર ડેમની મુલાકાત*
૦૦૦૦
*વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા રહ્યા ઉપસ્થિત*
૦૦૦૦
*મંત્રી પદ અમારા માટે કોઈ હોદ્દો નથી, મંત્રી પદ અમારા માટે સેવા કરવાનું માધ્યમ છે : કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા*
૦૦૦૦
*આઝાદીના ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં સુધીમાં વિકસિત ભારત, વિકસિત ગુજરાત અને વિકસિત પોરબંદર બને તે દિશામાં સરકાર કામ કરી રહી છે. : વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા*
૦૦૦૦
*મંત્રીશ્રીઓએ સ્થાનિકો સાથે સંવાદ સાધી તેમની રજૂઆતો સાંભળી*
૦૦૦૦
પોરબંદર.તા.૧૧; પોરબંદર જિલ્લાના કડેગી, કાંસાબડ, છત્રાવા ગામો અને અમીપુર ડેમ ખાતે કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા તથા રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ મુલાકાત લઈ સ્થાનિક વિકાસકાર્યોની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન બંને મંત્રીશ્રીઓએ ગ્રામજનો સાથે આત્મીય સ