સુરતમાં કીર્તિ પટેલ સામે વધુ એક ગુનો દાખલ: પોલીસ સ્ટેશન બહાર બૂમ-બરાડા પાડી વિવાદ સર્જ્યો, સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નયના બારૈયા પણ સામેલ
સુરત પુણા પોલીસના જણાવ્યા અનુસાર, કીર્તિ પટેલ પર કોઈના ફેમિલી (પરિવાર) વિશે સોશિયલ મીડિયા પર અપમાનજનક અને બદનક્ષીકારક વીડિયો બનાવીને વાયરલ કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ વિવાદિત વીડિયો અને પોલીસ સ્ટેશન બહાર કરાયેલા હંગામાને પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વારંવાર વિવાદોમાં આવતી કીર્તિ પટેલ સામે સુરતમાં અગાઉ પણ અનેક ફરિયાદો નોંધાઈ ચૂકી છે, ત્યારે આ નવીનતમ ઘટનાએ સુરત પોલીસ બેડા અને સોશિયલ મીડિયા યુઝર્સમાં ભારે ચર્ચા જગાવી છે.
Porbandar, Porbandar | Jul 12, 2026