વલસાડની હોટલમાં સુરતના આધેડની આત્મહત્યા: સ્ટેશન રોડ પર આવેલ માનસરોવર હોટલના રૂમ નંબર ૨૦૪માંથી મળ્યો મૃતદેહ, ઘટનાસ્થળેથી સુસાઇડ નોટ પણ મળી આવી.
વલસાડના સ્ટેશન રોડ પર આવેલી હોટલ માનસરોવરમાં એક ચકચારી ઘટના સામે આવી છે. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા ૪૫ વર્ષીય ગૌરવ બજાજ નામના આધેડે હોટલના રૂમમાં આત્મહત્યા કરી લીધી છે. ચેક-આઉટ સમયે દરવાજો ન ખુલતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. પોલીસે રૂમનો દરવાજો તોડી અંદર તપાસ કરતા યુવકની લાશ મળી આવી હતી. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારના રહેવાસી ૪૫ વર્ષીય ગૌરવ બજાજ ગતરોજ બપોરે આશરે ૧ વાગ્યે વલસાડ સ્ટેશન રોડ પર સ્થિત માનસરોવર હોટલના રૂમ નંબર ૨૦૪માં ચેક-ઇન થયા હતા.
બીજા દિવસે સવારે ૧૧ વાગ્યે ચેક-આઉટનો સમય થતાં હોટલ સ્ટાફે રૂમ ખાલી કરાવવા માટે દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ લાંબા સમય સુધી અંદ
Valsad, Valsad | Oct 9, 2026