ગારિયાધાર: જાળીયા ગામે શિક્ષકોની ઘટથી ગ્રામજનો આકરા પાણીએ: શાળામાં પૂરતા શિક્ષકો મૂકવાની માગ
શિક્ષકોની ઘટથી ગ્રામજનો આકરા પાણીએ: શાળામાં પૂરતા શિક્ષકો મૂકવા ઉગ્ર માંગ, નહીતર આંદોલનની ચીમકી જાળીયા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોની અછતને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે. ગામ લોકો દ્વારા મળતી માહિતી મુજબ, શાળામાં ધોરણ ૧ થી ૮ નો અભ્યાસક્રમ ચાલે છે, જેની સામે માત્ર ૨ જ શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. ઓછા શિક્ષકો હોવાને કારણે શાળાના તમામ ધોરણોના વિદ્યાર્થીઓને યોગ્ય અને પૂરતું શિક્ષણ મળી રહ્યું નથી. આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક વા