પોરબંદર: રાણાવાવમાં દેશી તમંચા સાથે જામનગરનો યુવક ઝડપાયો
પોરબંદરના રાણાવાવ નજીક પોલીસે હાઈવે પરથી ૨૩ વર્ષીય વિશ્વરાજસિંહ જાડેજાને ૨,૦૦૦ની કિંમતના ગેરકાયદેસર દેશી તમંચા સાથે ઝડપી પાડ્યો છે. આરોપી પાસે હથિયાર રાખવાનું લાયસન્સ ન હોવાથી પોલીસે જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી હાથ ધરી છે.