માંડવી: બાંભડાઈ ગામના તળાવમાંથી મગરનું સફળ રેસ્ક્યુ
Mandvi, Kutch | Jul 1, 2026 બાંભડાઈ ગામના તળાવમાં મગરે પશુપાલકના બકરાને પકડી લેતા ગામમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. જાણ થતાં જ જંગલ ખાતાની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ગ્રામજનોના સહયોગથી મગરનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. બાદમાં મગરને સુરક્ષિત રીતે વિજય સાગર ડેમ ખાતે છોડવામાં આવ્યો હતો. સરપંચ રાઠોડ લધુભા સામજીએ જંગલ ખાતા અને સહયોગ આપનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.