ગારિયાધાર: ગારિયાધાર તાલુકા પંચાયતમાં ટી.ડી.ઓ. ડી. વી. વ્યાસની નિવૃત્તિ નિમિત્તે ભાવભીની વિદાય
ગારિયાધાર તાલુકા પંચાયતમાં ટી.ડી.ઓ. ડી. વી. વ્યાસની નિવૃત્તિ નિમિત્તે ભાવભીની વિદાય ગારિયાધાર તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારી (ટી.ડી.ઓ.) શ્રી ડી. વી. વ્યાસની નિવૃત્તિ નિમિત્તે ભાવભર્યો વિદાય સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વિવિધ વિભાગોના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી શ્રી વ્યાસના લાંબા અને નિષ્ઠાપૂર્વકના સેવાકાળને બિરદાવ્યો હતો.