મહુવા તાલુકાના ગામોમાં પાવરગ્રીડ હાઈટેન્શન લાઈન નાખવા બાબતેની મિટિંગ શુક્રવારે બપોરે વાંસદા ધારાસભ્ય અનંતભાઈ પટેલ, ખેડૂત સમાજના આગેવાનો તેમજ તાલુકાના ખેડૂતોની ઉપસ્થિતિમા ખરવાણ ગામે મળી હતી.જ્યાં ખેડૂતોને યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી પાવરગ્રીડ લાઈન નાખવાની કામગીરી અટકાવવાનુ નક્કી કરવામાં આવ્યુ હતુ.જે અંતર્ગત ગુજરાત રાજ્ય ખેડૂત પ્રમુખ જયેશભાઈ, દક્ષિણ ગુજરાતના ખેડૂત અગ્રણી રમેશભાઈ,સ્થાનિક આગેવાન પરિમલ પટેલ,કુંજન પટેલ તથા અન્ય સ્થાનિક ખેડૂતો જોડાયા.