સુરતઃ નવી સિવિલ હોસ્પિટલમાં ગંદકી કરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હોસ્પિટલ પરિસરમાં પાન-મસાલા અને ગુટખાની પિચકારી મારનાર સામે ₹250નો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં ₹5 હજારથી વધુનો દંડ વસૂલાયો છે. દર્દી, સગા કે હોસ્પિટલનો સ્ટાફ હોય, નિયમ સૌ માટે સરખો રાખવામાં આવ્યો છે અને ગંદકી કરતા હોસ્પિટલના કર્મચારીઓને પણ ₹250નો દંડ કરવામાં આવી રહ્યો છે. ટ્રોમા સેન્ટર, OPD, સ્ટેમ સેલ અને કિડની બિલ્ડિંગ સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સુરક્ષા જવાનો દ્વારા 24 કલાક નજર રાખવામાં આવશે અને દંડ બાદ સત્તાવાર રસીદ પણ આપવામાં આવશે. દંડની રકમ રોગી કલ્યાણ સમિતિમાં જમા થશે. સિવિલ હોસ્પિટલને સ્વચ્છ અને ચેપમુક્ત રાખવા તંત્ર દ્વારા આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે.
सूरतः नई सिविल अस्पताल में गंदगी करने वालों के खिलाफ सख्त कार्रवाई शुरू की गई है। अस्पताल परिसर में पान-मसाला और गुटखा थूकने वालों पर ₹250 का जुर्माना लगा
Udhna, Surat | Sep 29, 2026