માંડવી: ઊંટે બાઈકને હડફેટે લેતાં ગઢશીશાના અગ્રણીનું મોત
Mandvi, Kutch | Jun 28, 2026 માંડવી તાલુકાના ભેરૈયા પાટિયા નજીક બે ઊંટ ઝઘડતા-ઝઘડતા બાઇક સાથે ભટકાતાં બાઇકમાં મિત્ર સાથે જતા ગઢશીશાના સામાજિક અગ્રણી 68 વર્ષીય રમેશભાઇ શિવજી બ્રહ્મક્ષત્રિયને ગંભીર ઇજા થતાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થતાં ગઢશીશા પંથકમાં શોકની લાગણી પ્રસરી હતી.