અબડાસા: કરૈયા ગામે કલ્યાણેશ્વર મહાદેવના દર્શન બાદ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા નાગરિક જાગૃતિ કાર્યક્રમમાં જોડાયા
Abdasa, Kutch | Jun 28, 2026 અબડાસા તાલુકાના કરૈયા ગામ ખાતે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ શ્રી કલ્યાણેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી ભગવાન ભોળાનાથના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ત્યારબાદ તેઓ ગામ ખાતે આયોજિત વસ્તી ગણતરી, ઘર ગણતરી તથા ચૂંટણી ઓળખપત્ર સંબંધિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે નાગરિક જાગૃતિ અને લોકશાહીના મજબૂતિકરણ માટે ચાલી રહેલા અભિયાન અંગે માહિતી આપી અને વધુમાં વધુ નાગરિકોને સહભાગી બનવા અપીલ કરી હતી.