ધોલેરા: અમદાવાદના લાલદરવાજા વિસ્તારમાં વિશાળ,વૃક્ષ ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
અમદાવાદના લાલદરવાજા વિસ્તારમાં વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. પ્રાથમિક માહિતી મુજબ વૃક્ષ તૂટી પડતાં ચારથી પાંચ કાર સહિત અનેક વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે. જોકે જાનહાનિ અંગેની કોઈ સત્તાવાર માહિતી હાલ સુધી સામે આવી નથી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કટર મશીનની મદદથી વૃક્ષ હટાવી રસ્તો ફરી શરૂ કરવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. સમગ્ર ઘટનાના કારણો અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે