ધાનેરા તાલુકામાં વરસાદની ખેંચ અને મોંઘવારીની સીધી અસર હવે પશુપાલકો પર જોવા મળી રહી છે. ઘાસચારાની અછત અને ખાણના ભાવમાં થયેલા વધારાને કારણે પશુપાલકોની આર્થિક સ્થિતિ કથળી રહી છે. દૂધના ઉત્પાદનમાં ઘટાડો થવાથી પશુપાલકોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ત્યારે ધાનેરાના પશુપાલકોએ પોતાની આપવીતી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે..પહેલાં એક ટંકનું જે દૂધ ભરાવતા હતા તેમાં હવે 20 થી 25 લીટરનો ઘટાડો થયો છે. દાણમાં પણ 200 રૂપિયા વધી ગયા છે. પહેલા કતરનો ભાવ 10 થી 15 રૂપિયા પ્રતિ કિલો હતો, જે વધીને 20 થી 22 રૂપિયા થઈ ગયો છે. ઘાસચારો મળતો નથી અને મોંઘવારી વધી ગઈ છે. જો સરકાર પરિસ્થિતિ સમજે અને રાહત આપે તેવી માંગ છે."
હાલ પશુપાલકો માટે પશુપાલન કરવું મુશ્કેલ બની રહ્યું છે. ઓછા વરસાદને કારણે લીલા ઘાસચારાની ભારે અછત સર્જાઈ છે. સાથોસાથ પશુ આહાર અને ખાણના ભાવમાં વધારો થતાં પશુપાલનનો ખર્ચ વધી ગયો છે. ઘાસચારાના અભાવે પશુઓના દૂધ ઉત્પાદનમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે, જ�