ગાયક કિંજલ રબારીના કથિત અપહરણ કેસમાં નવો વળાંક, સિંગરે વીડિયોમાં કરી ચોંકાવનારી સ્પષ્ટતા
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા સીબીડી (CBD) મોલ નજીક જાણીતી ગાયિકા કિંજલ રબારીનું કાળા રંગની કારમાં કથિત અપહરણ થયું હોવાની માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જોકે, સીસીટીવી (CCTV) ફૂટેજની પ્રાથમિક તપાસમાં કિંજલ કોઈપણ બળજબરી વિના સ્વેચ્છાએ કારમાં બેસતી દેખાતાં આ સમગ્ર ઘટના પૂર્વઆયોજિત હોવાની આશંકા ચાંદખેડા પોલીસે વ્યક્ત કરી છે. જોકે, આ અપહરણ થયું હોવાના દાવા અંગે કિંજલની પ્રતિક્રિયા સામે આવી છે