ગોધરા: ગોધરા સિંધી સમાજના નવા પ્રમુખ બન્યા મુરલીધર મુલચંદાણી: સર્વસંમતિથી બિનહરીફ વરણી, સમાજની એકતાનું ઉદાહરણ બન્યું
ગોધરા શહેર લાડી લુહાણા સિંધી પંચાયતની સામાન્ય સભા ગોધરા ખાતે આવેલ સ્વામી શાંતિપ્રકાશ સત્સંગ ભવન ખાતે ઉત્સાહભેર યોજાઈ હતી. આ સભામાં હજારોની સંખ્યામાં સિંધી સમાજના આગેવાનો તેમજ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ગોધરા સિંધી સમાજના પ્રતિનિધિઓની સર્વાનુમતી અને પૂર્ણ સંમતિથી મુરલીધર મુલચંદાણીની ગોધરા સિંધી સમાજના પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે. સમાજના વડીલો દ્વારા નક્કી કરવામાં આવેલા ઉમેદવારો સામે અન્ય કોઈએ પણ ઉમેદવારી નોંધાવ